હિન્દ ન્યુઝ, થરાદ બનાસકાંઠાના થરાદમાં જાગેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો એકજ શિવ ભક્ત દ્વારા યજ્ઞ આયોજન કરવામાં આવતાં દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી. થરાદના સુથારા શેરીમાં આવેલ પ્રાચીન શિવ મંદિર એટલે જાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જેમાં દર વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો દર્શનાર્થે આવતા શિવ ભક્તોની ભીડ જોવા મળી રહેતી હોય છે ત્યારે શિવ ભક્ત ખોડાજી રાજપૂત દ્વારા આ વર્ષે આખો શ્રાવણ માસ એટલે એકમથી અમાવશ્યા સુધી ભગવાન ભોલેનાથના મંદિરે યજ્ઞનું આયોજન કરી ભુદેવોના મંત્રોચ્ચાર સાથે યજ્ઞ આહુતિ આપવામાં આવી રહી છે જેથી મોટી સંખ્યામાં ભૂદેવો…
Read MoreCategory: Uncategorized
ગોધાતડ- નરા અને સાન્ધ્રો ડેમમાં વરસાદી પાણીની આવકના પગલે આસપાસના ગામોને સતર્ક કરાયા
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં અત્યારે પડી રહેલા વરસાદના પગલે જિલ્લાના ડેમો અને નદીઓ અને તળાવોમાં પાણીની સારી એવી આવક થઈ રહી છે. લખપત તાલુકામાં પણ ચાલુ વરસાદને કારણે ગોધાતળ નરા અને સાન્ધ્રો ડેમમાં પાણી ભરાતા આસપાસના ગામોને તેમજ સ્થાનિકોને સાવચેત રહેવા માટે વહીવટીતંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે. ગોધાતડ નદીમાં પાણીનો ફ્લો વધતાં કપુરાશિ અને કોરિયાણી ગામને સતર્ક કરાયા છે. નરેડી અને બુધા ગામના લોકોને પણ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે. ગોધાતડ અને સાન્ધ્રો ડેમમાં તેમજ ખારી નદીના પટ પર અવરજવર ના કરવા તેમજ સાવચેતી રાખવા માટે સંબંધિત ગ્રામજનોને…
Read Moreપાટણ:સાંતલપુર આબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ
હિન્દ ન્યુઝ, સાંતલપુર બનાસનદી માં પાણી નો પ્રવાહ વધતા ૧૦ ગામથી વધારે નો સંપર્ક તૂટવાની શક્યતા પાટણ જિલ્લા ના સાંતલપુર તાલુકા ના અબિયાણા ગામે બનાસનદી માં પાણીનો પ્રવાહ વધતા માર્ગ બંધ થવાની સ્થિતિ સર્જાઈ છે, ‘રેડ એલર્ટ, વચ્ચે પાટણ મા મેઘરાજા ની તોફાની બેટિંગ અબિયાણા ગામે બનાસનદીમાં પ્રવાહ વધતા માર્ગ પર ફરીવર્યું પાણી, માર્ગ બંધ થશે તો રાધનપુર, સાંતલપુર તાલુકાના કાંઠાના 10થી વધુ ગામો ને થઈ સકે છે અસર.નદી માં પાણીનો પ્રવાહ વધતા પેદાસપુર, ગડસઈ, અગીચાણા, બીસ્મિલ્લાગંજ, કરશનગઢ સહિત ગામોનું વાહનવવ્યહાર બંધ થવાની ની સ્થિતિ સર્જાઈ છે. પાટણ તેમજ ઉપરવાસ…
Read Moreઆર.ટી.ઓ. કચેરી દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ GJ-04-EA 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૨૪-૦૮-૨૦૨૨ થી તા.૨૬-૦૮-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૬-૦૮-૨૦૨૨ થી તા.૨૮-૦૮-૨૦૨૨ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreરાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાઈ
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી આજ ૧૫મી ઓગસ્ટ-૨૦૨૨ના રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજ સલામી સમારોહમાં માન.મેયર ડૉ. પ્રદિપ ડવએ ત્રિરંગો લહેરાવી, રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને સુરક્ષા વિભાગના અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવેલ હતી. આ પ્રસંગે ડે.મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, કોર્પોરેટર જયમીનભાઇ ઠાકર, નરેન્દ્રભાઈ…
Read Moreઓલપાડ ખાતે કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા યોજાઇ
હિન્દ ન્યુઝ, સુરત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે કૃષિ, ઉર્જા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ ઓલપાડ તાલુકા મથકેના સર્કીટ હાઉસથી મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય સુધી તિરંગા યાત્રામાં યોજાઈ હતી. આ તિરંગા પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો પગપાળા ચાલીને સહભાગી થયા હતા. સૌએ તિરંગો લહેરાવી હર્ષનાદ સાથે અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે કૃષિ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશ આઝાદીના અમૃત્ત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રત્યેક નાગરિકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે તિરંગા પદયાત્રાઓ યોજાઈ રહી છે. યુવાનો, બાળકો, વિદ્યાર્થીઓ પોતાની સ્વબચતથી…
Read Moreતરસાડીમાં સરદારબાગથી દાદરી ફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ
હિન્દ ન્યુઝ, માંગરોળ માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણીના ભાગરૂપે તરસાડીના દાદરીફળિયા ખાતે આદિવાસીના મસીહા ભગવાન બિરસા મુંડાજીની ભવ્ય પ્રતિમાનું આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે અનાવરણ તેમજ તરસાડીમાં ‘તિરંગા સર્કલ’નું ખાતમૂહુર્ત અને રૂ. ૫૦ લાખના ખર્ચે નવનિર્મિત ભગવાન બિરસા મુંડા બાળ ઉદ્યાનનું લોકાપર્ણ કરાયું હતું. સાથોસાથ તરસાડીમાં સરદારબાગથી દાદરીફળિયા સુધી ૬૦૦ મીટર લાંબા તિરંગા ધ્વજ સાથે આદિજાતિ વિકાસ મંત્રીની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમીઓ જોડાયા હતા. મંત્રી નરેશભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે,…
Read Moreનર્સિંગ એસોસિએશન દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી
હિન્દ ન્યુઝ, સુરત સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા સૌપ્રથમવાર ‘તા.૯મી ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. સિવિલ પરિસરમાં કેક કાપીને તેમજ પુષ્પઅર્પણ કરીને આ પ્રકારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌએ પરસ્પરને શુભેચ્છા પાઠવી હતી. સાથોસાથ હર ઘર તિરંગા અભિયાનને અનુલક્ષીને સૌએ રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, સમગ્ર નર્સિંગ સ્ટાફે કોવિડ મહામારીમાં પરિવારથી દૂર રહીને જીવના જોખમે કોવિડ દર્દીઓ તેમજ આમ નાગરિકો માટે આરોગ્ય સેવા બજાવી છે, જેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી…
Read Moreફોકીઆના સભ્ય એકમો દ્વારા પશુઓને લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) થી બચાવવા માટે ૧ લાખ ૬૦ હજાર વેક્સીનના ડોઝ તંત્રને આપવામાં આવ્યા
લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ – સારવાર અને માનવતા હિન્દ ન્યુઝ, ભુજ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એશોશીયેશન – ફોકીઆના સભ્ય એકમોએ સીએસઆર અંતર્ગત ખર્ચ કરીને ૧ લાખ ૬૦ હજાર જેટલા ગોટ-પોક્સ રસીના ડોઝ ખરીદી નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. હરેશ ઠક્કરને સુપ્રત કર્યા. લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) ના લીધે છેલ્લા એક મહિનામાં રાજસ્થાન અને ગુજરાતમાં લગભગ હજાર ઉપરાંત જેટલા ગાય સંવર્ધનના પશુઓ માર્યા ગયા છે અને વાયરલ ઇન્ફેક્શનથી થતા મૃત્યુને કારણે પશુપાલકોમાં ભય ફેલાય રહ્યો છે ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લેતા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. અને નિવાસી અધિક કલેક્ટર…
Read Moreમહિલા કર્મયોગીઓ સમગ્ર જાણકારી મેળવો અને સમસ્યાનો નિડરતાથી સામનો કરો : જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા
હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા નારી વંદન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બોટાદમાં સક્ષમ નારી, સશક્ત ગુજરાતના શુભ આશય સાથે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલા કર્મયોગીઓ માટે કામકાજના સ્થળ પર થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનાર યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક મુકેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે,…
Read More