વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિનું પ્રદર્શન, વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને ચિત્રોમાં સાકાર કરતા વિદ્યાર્થીઓ

હિન્દ ન્યુઝ, વડોદરા    વડોદરા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલાં ૨૫ હજારથી વધુ ચિત્રોનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ‘સેવાસંકલ્પોત્સવ’ અંતર્ગત પ્રદર્શન યોજાયું છે. વિકસિત ભારત-૨૦૪૭ અને વિકસિત ગુજરાત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની પ્રેરણા સાથે ૧૬ ઑક્ટોબરથી શરૂ થયેલા આ બે દિવસીય પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જાગૃતિ, સર્વાંગી વિકાસ અને નશામુક્ત સમાજ જેવા વિષયો પર પોતાની કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી છે. વિદ્યાર્થીઓનાં આ ચિત્રોમાં વિકસિત ભારતના નિર્માણ અંગેની તેમની કલ્પનાઓ, આશાઓ અને સંકલ્પો જીવંત બન્યાં છે. સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશીની પ્રેરણાથી યોજાયેલી…

Read More

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મોરબી       શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુમાં વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ આ બેઠકમાં શિક્ષકોની તાલીમ, વિવિધ ઓનલાઈન પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી વિવિધ કામગીરી અંગે શિક્ષણ મંત્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરાઈ. શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવા સૂચના આપણી મુખ્ય પ્રાથમિકતા એ છે કે, શિક્ષકોને બિન-જરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી…

Read More

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં એસ.ટી. બસ સ્ટોપેજ, ખેડૂતોને બેંકિંગ સુવિધા, ગેસ એજન્સી, ગૌચર જમીનમાંથી ગાંડાબાવળ દૂર કરવા તથા એસ.ટી.ના બંધ રૂટ ફરી શરૂ કરવા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. 

Read More

 ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભરૂચ જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, વિભાગો વચ્ચે સંકલન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓને સૂચનો અપાયા ધારાસભ્યશ્રીઓએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક પરામર્શ કરાયો

Read More

મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, મોરબી ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પરાગનયન પ્રક્રિયા અને મધમાખી પાલન વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું   મોરબીના ગોર ખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મિશન મધમાખી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાગાયતી પાકોને પરાગનયનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને મધમાખી પાલનને વ્યવયસાલક્ષી પ્રવૃત્તિ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આવ્યું હતું. મધમાખી પાલનના વૈજ્ઞાનિક અભિગમથી તેની ઉછેરની પદ્ધતિઓમાં મધપૂડાના વ્યવસ્થાપન, મધ ઉત્પાદન વગેરે જેવી પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

Read More

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એસએમસી પાર્ટી પ્લોટ- ઉમરા ખાતે નવરાત્રિ મહોત્સવમાં કાનૂની લીગલ હેલ્પ ડેસ્ક: તા.૨૦મી વિનામૂલ્યે કાનૂની સલાહ અને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, સુરત     એસએમસી પાર્ટી પ્લોટ, ઉમરા ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-સુરત દ્વારા કાનૂની લીગલ હેલ્પ ડેસ્ક અને જાગૃત્તિ સ્ટોલ ઉભો કરાયો છે. જેમાં તા.૨૦ ઓક્ટો. સુધી કાનૂની માર્ગદર્શન મેળવી શકાય છે. અહીં સ્ટોલ નં.૧૪ માં ગરબામાં આવતા શહેરીજનોને એડવોકેટ ભરત પંડિત દ્વારા વિનામૂલ્યે કાનૂની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ પ્રીતિ જોષીએ સ્ટોલની મુલાકાત લઈ મુલાકાતીઓને પેમ્પલેટ વિતરણ કર્યા હતા. એડવોકેટ સંગીતા ખુંટનો પણ આ સ્ટોલમાં સહયોગ રહ્યો છે. 

Read More

જિલ્લા કલેક્ટર કચેરી દાહોદ ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર સુશ્રી સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી, તેમજ ચાલુ અને પૂર્ણ થયેલા વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ કલેક્ટરશ્રીએ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. બેઠક દરમિયાન જિલ્લામાં રાશનકાર્ડ ધારકો અને વ્યાજબી ભાવની દુકાનોની સમીક્ષા કરવામાં આવી જેમાં બાકી રહી ગયેલા રાશન કાર્ડ ધારકોની e-KYC ની કામગીરી ઝુંબેશરૂપે પૂર્ણ કરવા અને દરેક રાશન ધારકોને સમયસર અનાજનો જથ્થો મળી રહે…

Read More

બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા કેન્દ્રોનો શુભારંભ કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ           વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સેવા સંકલ્પ અભિયાન” અન્વયે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ છેવાડાના શ્રમિકોના કલ્યાણ માટે અને રાજ્યના મકાન બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા “શ્રમિક અન્નપુર્ણા બુથ”ની વ્યવસ્થા કરવામાં આવી છે.          જે અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાના અધ્યક્ષસ્થાને શહેરના ટાવર રોડ સ્થિત દેના બેંક વિસ્તારમાં “શ્રમિક અન્નપુર્ણા બુથ”નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજ રોજ રાજ્યના ૨૮ જિલ્લાઓમાં નવા ૧૦૧ ભોજન વિતરણ કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લામાં ૨(બે) કડીયાનાકા…

Read More

આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા તેમજ નવીન ખેતી કરવા ઈચ્છતા તમામ ખેડૂતોને સરકારશ્રીની બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવા જણાવાયું છે. જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતા હેઠળની વિવિધ યોજનાઓ જેમ કે, બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે), ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ (તમામ જાતિના ખેડૂતો માટે) તેમજ રાઈઝોમેટીક (આદુ, હળદર) પ્રોત્સાહન કરવાનો કાર્યક્રમ (ફક્ત અનુસૂચિત જાતિના ખેડૂતો માટે) જેવા ઘટકો માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે.…

Read More

આણંદ જિલ્લાના કચલાપુરા ગામે મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ જિલ્લામાં વાસદ સ્થિત ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન (ICAR-IISWC), સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા આણંદ જિલ્લાના કાચલાપુરા ગામે ‘મહિલા ખેડૂત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.    કાર્યક્રમમાં રાજ્યમાં ખેતી અને ડેરી ક્ષેત્રે મહિલાઓના યોગદાનના મહત્વ વિશે જણાવી મહિલાઓ કેવી રીતે ગૃહકાર્યની સાથે-સાથે શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ અને ખેતી જેવાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે કાર્યરત છે તે વિશે જણાવાયુ હતુ. મહિલાઓને તેમની પસંદગીનાં ક્ષેત્રોમાં જરૂરી શિક્ષણ અને તાલીમ પૂરી પાડવામાં આવે, તો રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન વધુ ઉજાગર થઈ શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત…

Read More