હિન્દ ન્યુઝ, મોરબી
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુમાં વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
આ બેઠકમાં શિક્ષકોની તાલીમ, વિવિધ ઓનલાઈન પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી વિવિધ કામગીરી અંગે શિક્ષણ મંત્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરાઈ.
શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવા સૂચના
આપણી મુખ્ય પ્રાથમિકતા એ છે કે, શિક્ષકોને બિન-જરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ મળે, જેથી તેઓ પોતાનો મહત્તમ સમય બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક કાર્યમાં ફાળવી શકે : શિક્ષણ મંત્રી
