અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અમરેલી

જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

બેઠકમાં એસ.ટી. બસ સ્ટોપેજ, ખેડૂતોને બેંકિંગ સુવિધા, ગેસ એજન્સી, ગૌચર જમીનમાંથી ગાંડાબાવળ દૂર કરવા તથા એસ.ટી.ના બંધ રૂટ ફરી શરૂ કરવા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. 

Related posts

Leave a Comment