આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

  હિન્દ ન્યુઝ, આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) ની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કચેરી ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને આયોજન સંબંધિત બેઠક યોજાઈ હતી. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (United Nations) દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરવામાં આવેલી થીમ “Rights. Justice. Action. For ALL Women and Girls” હેઠળ આ વર્ષે વિવિધ મહિલાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ બેઠકમાં મહિલા સશક્તિકરણ, મહિલા કલ્યાણ યોજનાઓનો વ્યાપ વધારવો તેમજ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સુચારુ રીતે થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિભાગોના અધિકારીઓને મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, સ્વરોજગાર…

Read More

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૮મી માર્ચના અવસરે “સ્વર શક્તિ” કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, વડોદરા     શહેરમાં વ્યાવસાયિક તમામ મહિલા સંગીતકારોના સમૂહની શરૂઆત થવા જઈ રહી છે. આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ-૮મી માર્ચના અવસરે “સ્વર શક્તિ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાશે અને જનતા માટે નિઃશુલ્ક ખુલ્લો રહેશે.  ભારતીય સંગીત પરંપરામાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રચાયેલ સ્વર શક્તિ કાર્યક્રમમાં શાસ્ત્રીય ગાયન, ગઝલ, લોકસંગીત, સુગમ સંગીત, વાદ્યસંગીત તેમજ આધુનિક સંગીત શૈલીઓ જેવી વિવિધ પરંપરાઓને ઉજાગર કરવામાં આવશે.  આ સંગીત સમૂહમાં વડોદરાની 15 થી 50 વર્ષથી વધુ ઉંમરની પ્રતિભાશાળી યુવતીઓ અને…

Read More

વડોદરા ખાતે વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન

હિન્દ ન્યુઝ, વડોદરા         કૌશલ્ય વર્ધન સાથે રમતગમતની ભાવના કેળવવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તરસાલી ખાતે તાજેતરમાં વાર્ષિક ‘સ્પોર્ટ્સ વીક’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૨૫/૦૨/૨૦૨૬ થી ૨૭/૦૨/૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ રમતગમત મહોત્સવમાં સંસ્થામાં કાર્યરત ૪૦થી વધુ વિવિધ ટ્રેડના ૨૦૦૦થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની ખેલપ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન વોલીબોલ, ખો-ખો, રસ્સાખેંચ, બેડમિન્ટન, ગોળા ફેંક, સ્લો સાયકલિંગ, સંગીત ખુરશી, ડોઝ બોલ અને કેરમ જેવી વિવિધ મેદાની તથા ઇન્ડોર રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રમતગમત સપ્તાહના સફળ સમાપન નિમિત્તે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ…

Read More

જૂનાગઢ માં ” આહીર રત્ન ” સન્માન સમારોહ અને ગુજરાતનાં શિક્ષણ મંત્રી નો અભિવાદન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ         સામાજિક રીતે સવિશેષ અને પ્રથમ પહેલ કહી શકાય તેઓ દાખલો આહીર સમાજ નાં આયોજિત કાર્યક્રમ માં જોવા મળ્યો, જુદી જુદી જ્ઞાતિ કક્ષાએ અનેક કાર્યક્રમ આયોજિત થતાં હોય છે , પરંતુ જૂનાગઢ ખાતે શ્રી આહીર કેળવણી મંડળ સંસ્થા દ્વારા બીએપીએસ અક્ષર મંદિર મુખ્ય સભાગૃહ ખાતે આહીર સમાજ ની વિશાળ હાજરી માં જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જીલ્લાનાં આહીર યાદવ સમાજનાં વડીલો પૂર્વજો જેમણે ૫૦ થી ૧૦૦ વર્ષ પહેલા સમાજ જીવન નાં અને શેક્ષણિક વિકાસ માં મજબુત યોગદાન આપેલું હોય , તેવાં સમાજનાં ૨૯ દિવંગત…

Read More

સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  રાજ્ય સરકાર દ્વારા અંદાજે 5.50 લાખ કિશોરીઓને રસી આપવાનું લક્ષ્ય     14 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા સરકારના અભિયાનમાં જોડાવવા વાલીઓને જાહેર અપીલ. વિશ્વના 100થી વધુ દેશોમાં સ્વીકૃત HPV રસી દીકરીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત હોવાનું નિષ્ણાત ડોક્ટર્સનો મત    ગર્ભાશયના મુખના કેન્સર સામે લડવા માટેની આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત અને દીકરીઓને જીવલેણ કેન્સરથી બચાવવા માટે અનિવાર્ય હોવાનું GCRIના નિષ્ણાત તબીબોએ જણાવ્યું.     આ કેન્સર માટે મુખ્યત્વે HPV 16 અને 18 પ્રકારના વાયરસ જવાબદાર છે. 14 વર્ષની વયે આપવામાં આવતી આ રસી આ…

Read More

તિથલના દરિયાકાંઠે યુફિઝિયો બીચ મેરેથોનમાં ૧૭૦૦ રનર્સનો જોમ અને જુસ્સો

હિન્દ ન્યુઝ, વલસાડ       રવિવારની સવાર અને તિથલનો મનોહર દરિયાકિનારો… વાતાવરણમાં એક અલગ જ ઉર્જા હતી! નિમિત્ત હતું વલસાડના સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત ‘યુફિઝિયો બીચ મેરેથોન.ગુજરાતની આ એકમાત્ર બીચ મેરેથોનમાં વલસાડના રસ્તાઓ નહીં પણ દરિયાની રેતી રનર્સના પગરવે ગાજી ઉઠી હતી. ફિટનેસના આ મહાકુંભમાં ૧૭૦૦થી વધુ ખેલૈયાઓએ ભાગ લઈ ‘હેલ્ધી ઇન્ડિયા’નો મજબૂત સંદેશ આપ્યો હતો. વહેલી સવારે ઉર્જાનો ઉભરો સવારે ૫:૩૦ વાગ્યે જ્યારે આખું શહેર નિદ્રાધીન હતું, ત્યારે સાંઈ બાબા મંદિર પાસેના પાર્ટી પ્લોટ પર ડીજેના ધબકારે અને ઢોલના તાલે રનર્સ ‘વોર્મ-અપ’ કરી રહ્યા હતા. ૨૧ કિમી…

Read More

વિશ્વ શ્રવણ દિવસ ૨૦૨૬:કુદરતની અનમોલ ભેટ શ્રવણશક્તિને સંભાળીએ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       દર વર્ષે ૩ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ શ્રવણ દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કાનની સંભાળ અને બહેરાશ નિવારણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. વર્ષ ૨૦૨૬માં પણ આ દિવસ એક વિશેષ થીમ સાથે ઉજવાઈ રહ્યો છે, જે આપણને સમજાવે છે કે સાંભળવાની ક્ષમતા એ કુદરતની અનમોલ ભેટ છે.         આજના સમયમાં હેડફોનનો વધુ પડતો વપરાશ, ઘોંઘાટિયું પ્રદૂષણ અને જીવનશૈલીના કારણે સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ૨૦૨૬નો આ દિવસ મુખ્યત્વે “વહેલું નિદાન અને સુરક્ષિત શ્રવણ” પર…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે રૂ.૯૨૭ કરોડની ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના’નું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, સુરત     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૭મી માર્ચના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી આદિવાસી પંથકની જીવાદોરી સમાન ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના’નું લોકાર્પણ કરશે. રૂા.૯૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજના થકી વર્ષોથી સિંચાઈના પાણીની અછત ભોગવતા ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના ૭૩ ગામોના હજારો ખેડૂતોને સિંચાઈ મળવાથી સીધો લાભ મળશે.          આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે આજરોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી ઈશ્વરભાઈ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ સાદડપાણી સ્થિત પમ્પિંગ સ્ટેશન નં-૪ અને કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે…

Read More

વાંસના કામણ: નેત્રંગના વજીરભાઈની કળાએ ગાંધીનગરના વસંતોત્સવમાં મેળવી ભારે લોકચાહના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      કળા જ્યારે રગેરગમાં વણાયેલી હોય ત્યારે તે કુંડામાં રાખેલા છોડની જેમ નહીં, પણ જંગલના વટવૃક્ષની જેમ ખીલી ઉઠે છે. આવું જ કંઈક જોવા મળ્યું ગાંધીનગરના આંગણે યોજાયેલા ‘વસંતોત્સવ’માં, જ્યાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના કલાકાર વજીરભાઈ કોટવાળીયાના વાંસની કલાકૃતિઓએ શહેરીજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.        નેત્રંગના હાથાકુંડી ગામના આ કુશળ કારીગરોની આંગળીઓમાં જાણે જાદુ વણાયેલો છે. વજીરભાઈ કોટવાળીયા અને તેમનો પરિવાર વાંસના સાદા ટુકડાઓને કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓમાં ફેરવી નાખે છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતી વાંસની વોલ ફ્રેમ્સમાં ભગવાન ગણેશ, લક્ષ્મીજી, ગૌતમ…

Read More

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઘટક-૧ ઘટક-૨ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર હોળી, ધૂળેટી પર્વ ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ દેવગઢ બારીયા તાલુકાના દેવગઢ બારીયા ઘટક-૧ અને ઘટક-૩ના તમામ આંગણવાડી કેન્દ્રો પર હોળી , ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.     હોળી પર્વની ઉજવણી અંતર્ગત બાળકો દ્વારા હોળી વિષયક વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરાવવામા આવી હતી. બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.     આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોને હોળી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ પર્યાવરણમિત્ર અને સુરક્ષિત હોળી ઉજવવાનો સંદેશ આપવામાં આવ્યો.ઉપસ્થિત વાલીઓ અને ગામજનોએ પણ કાર્યક્રમમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.  …

Read More