હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કર્યું; આ અવસરે નવીન બસોના ડ્રાઈવર્સને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરાઈ. ગુજરાત એસ.ટી. દરરોજ 8 હજારથી વધુ બસના કાફલા સાથે 33 લાખ કિમીના સંચાલનથી અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છે; રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસ ખરીદવા માટે એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે.
Read MoreAuthor: Admin
પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવ્યું હતું. સેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ શાખા દ્વારા મનરેગા SBMG, PMYJ, NRLM, BPL દાખલા વગેરે યોજનાઓનું માર્ગદર્શન તેમજ સીધોજ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.તાલુકા પંચાયત માણાવદર દ્વારા જાતિ, આવક , નોન ક્રિમિલિયર તેમજ EWS ના દાખલા લાભાર્થીઓને સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત આંબલીયા સબસેન્ટર આરોગ્યની ટીમ દ્વારા વિશેષ કેમ્પનું…
Read Moreકેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવીના બહાદુર ક્રૂ સાથે વાતચીત કરી
હિન્દ ન્યુઝ, દિલ્હી કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (MoPSW), સર્બાનંદ સોનોવાલે, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આજે અહીં ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવી ના બહાદુર ક્રૂ સભ્યો સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ LPG કાર્ગોના સુરક્ષિત પરિવહન માટે તેમની હિંમત અને અતૂટ કર્તવ્યનિષ્ઠા બદલ રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ વાતચીતમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમાર; શિપિંગના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન; શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન બી.કે. ત્યાગી; શિવાલિકના કેપ્ટન સુખમીત…
Read Moreસફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક
હિન્દ ન્યુઝ, રાજકોટ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷♂️ સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅
Read Moreઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026; દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ
હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ કે જેમાં ડૉમ શેલ્ટર, મોબાઈલ ટોઈલેટ, પીવાના શુદ્ધ પાણી માટે વૉટર સ્ટેશન, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટનો સમાવેશ. ઉપરાંત, વિશાળ વૉટરપ્રૂફ ડોમ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ; રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો.
Read Moreखाद्य प्रसंस्करण उद्योग को पोषण सुरक्षा लक्ष्यों के अनुरूप होना चाहिए
हिन्द न्यूज़, दिल्ली खाद्य प्रसंस्करण उद्योग मंत्री चिराग पासवान ने आज भारत के खाद्य प्रसंस्करण और पोषक तत्वों के लिए एक स्पष्ट और दीर्घकालिक रोडमैप की आवश्यकता पर जोर दिया। उन्होंने कहा कि उद्योग को 2047 तक एक विकसित राष्ट्र बनने के राष्ट्रीय दृष्टिकोण के साथ खुद को संरेखित करना होगा। एसोचैम के ‘पोषण भारत 2026 : पोषण सुरक्षा को सुदृढ़ करने में पोषक तत्वों और उपयोगी खाद्य पदार्थों की भूमिका पर राष्ट्रीय सम्मेलन’ को संबोधित करते हुए मंत्री ने हितधारकों से अगले एक वर्ष, पांच वर्ष और…
Read Moreસામાન્ય વહીવટ વિભાગની કુલ રૂપિયા 2051.27 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ➡️ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્યના 6.5 લાખ કર્મયોગીઓને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનું કવચ ➡️ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનો ડંકો: UPSCમાં ‘સ્પીપા’નું નોંધપાત્ર પ્રદર્શન ➡️ જળસંગ્રહ એ જ જનકલ્યાણ: ધારાસભ્ય ગ્રાન્ટમાં હવે જળસંચયનાં કામો ફરજિયાત ➡️ રાજ્યનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર: બે લાખ નવી સરકારી ભરતીઓ કરાશે ➡️ વહીવટી આધુનિકતા અને પારદર્શિતા માટે ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ની રચના કરાઈ ➡️ વહીવટમાં પારદર્શિતા માટે ‘આયોજન પોર્ટલ’, ‘CM ડેશબોર્ડ’ અને ‘મારી યોજના પોર્ટલ’ જેવા ડિજિટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યા કે જ્યાં 680થી…
Read MoreCMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ! આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં રહો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક જંગલો અને પ્રવાસન સ્થળોએ જવુ છે તો હવે લાંબા આયોજનની જરૂર નહી પડે, આંખનાં પલકારામાં પહોંચી જશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવાનો એક બૂસ્ટર ડોઝ આપ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજના (ફેઝ 1) અતંર્ગત સુરત,…
Read Moreરાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એકશન મોડમાં
હિન્દ ન્યુઝ, રાજકોટ વહીવટી તંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે વિવિધ સ્થળોએ દરોડા 📍 લોધીકા – કોટડા સાંગાણી – ગોંડલ ગ્રામ્ય વહીવટી તંત્રની કડક કાર્યવાહી હેઠળ કુલ રૂ. ૨,૦૭,૧૩૮ કિંમતના ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા છે. 🚛 નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
Read Moreકાલાવડના ખડ ધોરાજી ગામે ૧૯૬૨ ની ટીમે જટિલ રૂમેનોટોમી સર્જરી કરી ભેંસને નવજીવન આપ્યું
હિન્દ ન્યુઝ, કાલાવડ ગુજરાત સરકાર અને EMRI Green Health Servicesના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ હરતું-ફરતું પશુ દવાખાનું પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં કાલાવડ તાલુકાના આણંદપર લોકેશનની ૧૯૬૨ની ટીમ દ્વારા એક ભેંસ પર અત્યંત જટિલ ગણાતી ‘રૂમેનોટોમિ’ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી પશુના શરીરમાંથી લોખંડ તથા પથ્થરના ટુકડા કાઢી તેને નવજીવન આપવામાં આવ્યું છે. કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામના પશુપાલક લાલાભાઈએ તેમની ભેંસ ખોરાક ન લેતી હોવાની અને શારીરિક રીતે નબળી પડતી હોવાની જાણ ૧૯૬૨ની ટીમને કરી હતી. આ માહિતી મળતાની સાથે જ પશુચિકિત્સક…
Read More