પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ 

   જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવ્યું હતું.

સેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ શાખા દ્વારા મનરેગા SBMG, PMYJ, NRLM, BPL દાખલા વગેરે યોજનાઓનું માર્ગદર્શન તેમજ સીધોજ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.તાલુકા પંચાયત માણાવદર દ્વારા જાતિ, આવક , નોન ક્રિમિલિયર તેમજ EWS ના દાખલા લાભાર્થીઓને સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા. 

આ કાર્યક્રમ અંતર્ગત આંબલીયા સબસેન્ટર આરોગ્યની ટીમ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને NCD , OPD, ABHA, PMJAY નું માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ તકે કાર્યક્રમમાં માણાવદરના મામલતદારશ્રી શુક્લ ઉપસ્થિત રહ્યા હતા . મામલતદારશ્રી એ ઉપસ્થિત પંદર ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment