હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કર્યું; આ અવસરે નવીન બસોના ડ્રાઈવર્સને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરાઈ.
ગુજરાત એસ.ટી. દરરોજ 8 હજારથી વધુ બસના કાફલા સાથે 33 લાખ કિમીના સંચાલનથી અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છે; રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસ ખરીદવા માટે એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે.
