સુરત જીલ્લા ના કીમ ખાતે યુનિયન રિક્શા વાળા ભાઈઓ ના સહકાર થી ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ

કીમ,

આજે તા.06-09-2020 રવિવાર થી કીમ થી કામરેજ યુનિયન નાં હિન્દુ- મુસ્લિમ સમાજ ના તમામ રીક્ષાવાળા ભાઈઓ ના સહકાર થી એક માનવતા નું કામ કરી આ ઠંડા ફિલ્ટર પાણી ની પરબ શરૂ કરવા માં આવી છે. અસહ્ય ગરમી માં કોઇ પણ રાહદારી તથા આમ પેસેન્જરો આ સેવા નો લાભ લઈ શકે છે. દરરોજ સમય સવારે 7.00 થી સાંજે 7.00 વાગ્યા સુધી આ ઠંડા પાણી ની સેવા ચાલુ રહેશે. ઐયુબ ભાઇ પઠાણ- ગામ બંભોરા કીમ , અમજદ પઠાણ- ગામ મોટી નરોલી, ઉસ્માન ભાઈ- ગામ નવી શિયાલજ, ઇરફાન ભાઇ ગુલઝાર -ગામ મોટી નરોલી , અનિલ ભાઈ -ગામ કામરેજ , ભાનુ ભાઈ ભરવાડ -ગામ નવી શિયાલજ વગેરેઓએ સંચાલકો દ્વારા સાથ સહકાર મળ્યો હતો.

રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Related posts

Leave a Comment