ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે હથિયારોની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ 

 ડાંગ જિલ્લામાં આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી, દિવાળી તહેવાર અને નવા વર્ષની ઉજવણી ભાઈબીજ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે સમગ્ર ડાંગ જિલ્લામાં ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ-૩૭ (૧) અન્વયે હથિયારોની હેરાફેરી ઉપર તા. ૦૯ નવેમ્બર ૨૦૨૬ સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.એમ.જણકાટ (જી.એ.એસ.) દ્વારા હથિયારની હેરાફેરી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.  

જેમાં નીચે મુજબના કૃત્યો કરવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે. (ક) શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, ઘોકા, છરી, બંદૂક, લાકડી, લાઠી, હજામનો અસ્ત્રો, ત્રિશુલ, શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઈ સાધન સાથે લઇ જવું નહી. (ખ) કોઈ ક્ષયકારી અથવા સ્ફોટક પદાર્થ લઇ જવું નહી. (ગ) પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેકવા અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહી.(ઘ) કોઈ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહી. (ચ) વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળાં દેખાડવા નહી (છ) જો છટાદાર ભાષણ આપવાથી, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કરવાથી અરુચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા વિગેરે કરવા અથવા તે ચિત્રો, નિશાનીઓ વિગેરે તૈયાર કરવા, દેખાડવા અથવા તેનો ફેલાવો કરવા નહી. 

આ હુકમ નીચેના વ્યક્તિઓને લાગુ પડશે નહી. (ક) સરકારી નોકરી પર કામ કરતી વ્યક્તિ એટલે કે તેના ઉપરી અધિકારીએ ફરમાવ્યું હોય અથવા કોઈ હથિયાર લઈ જવાની ફરજ હોય. (ખ) કોઈપણ પોલીસ અધિકારીએ જેની અશક્તિના કારણે લાકડી અથવા લાઠી લઈ જવાની પરવાનગી આપી હોય તેવી વ્યક્તિઓને લાગુ પડશે નહીં. (ગ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, પોલીસ અધિકારીશ્રીએ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીએ અધિકૃત કરેલ તેવી બીજી કોઈ વ્યક્તિઓને લાગુ પડશે નહી. 

આ જાહેરનામાનો કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫(૧) મુજબ ઓછામાં ઓછી ચાર (૪) માસની અને વધુમાં વધુ એક(૧) વર્ષની કેદની સજા થશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવે છે. 

Related posts

Leave a Comment