રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ અમદાવાદથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી: સહ-મુસાફરો સાથે સાધ્યો આત્મીય સંવાદ

હિન્દ ન્યુઝ,ભરૂચ

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય ભરૂચ પ્રવાસ અર્થે પહોંચવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલશ્રીએ એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી.

      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ભરૂચ તાલુકાના હલદરવા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. 

   આ મુસાફરી દરમિયાન રાજ્યપાલએ ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સાથે અત્યંત સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના હાલચાલ પૂછ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાજ્યપાલની આ સરળતા અને સહજતા જોઈને સહ-મુસાફરો પણ આનંદિત થયા હતા.

 

Related posts

Leave a Comment