હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં વૃક્ષારોપણ, સ્વચ્છતા, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યક્રમો યોજાયા હતાં.
એસ.ટી. નિગમ દ્વારા પણ સ્વચ્છતા, વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ થકી ‘સેવા સંકલ્પ અભિયાન’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ અભિયાનની પૂર્ણતાના આરે એસ.ટી. દ્વારા વેરાવળ ,તાલાલા, આંકોલવાડી બસ સ્ટેશન વર્કશોપ ખાતે કામ કરતાં સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
