દાહોદ જિલ્લાના ગરબાડાના તાલુકાના જાંબુવા-૨ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, દાહોદ 

ગરબાડા તાલુકાના ગરબાડા ઘટક-૧ હેઠળ આવેલ જાંબુવા-૨ આંગણવાડી કેન્દ્રનું આજે ગ્રામજનો, ગામના આગેવાનો તથા અગ્રણીઓની હાજરીમાં ભાવુક અને ઉત્સાહસભર માહોલમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ સરાહનીય કાર્યક્રમમાં પારગી સુરેશભાઈ તથા સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના નાના નાના ભૂલકાંઓ, વાલીઓ, સગર્ભા માતાઓ તેમજ ધાત્રી માતાઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

અદ્યતન અને આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું આંગણવાડી કેન્દ્ર ગામના બાળકોને અર્પણ થતાં જ સમગ્ર ગ્રામજનોમાં ભારે હરખની હેલી જોવા મળી હતી. આ નવીન આંગણવાડી ભવન ઉપલબ્ધ થવાથી ગામના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-school Education)ને સબળ વેગ મળશે. આ ઉપરાંત, ભૂલકાંઓ તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પૂરક પોષણ અને આરોગ્ય વિષયક તમામ સરકારી યોજનાઓનું સુચારુ તેમજ અસરકારક રૂપે અમલીકરણ શક્ય બનશે.

સ્થાનિક આગેવાનોએ આ પ્રસંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આંગણવાડી કેન્દ્ર માત્ર એક ભવન ન બની રહેતાં ગામના બાળકોના શારીરિક, માનસિક અને શૈક્ષણિક એટલે કે સર્વાંગી વિકાસ માટે પાયાનો પથ્થર (મજબૂત આધાર) સાબિત થશે.

Related posts

Leave a Comment