ગામડાંની સમૃદ્ધિની દિશામાં દાહોદની ઐતિહાસિક સિદ્ધિ

હિન્દ ન્યુઝ, દાહોદ

   આદિવાસી બહુલ દાહોદ જિલ્લાએ કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરતાં રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ‘Improving Irrigation Infrastructure’ (સિંચાઈ માળખાકીય સુવિધાઓમાં સુધારો) કમ્પોનન્ટમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ દાહોદ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો છે.

નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે દાહોદ જિલ્લા ને આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

દાહોદ જેવા આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના ટકાઉ વિકાસ માટે સિંચાઈ સુવિધાઓનું વિશિષ્ટ મહત્ત્વ રહેલું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા સમયગાળા દરમિયાન સિંચાઈ ક્ષમતામાં વધારો કરવા, માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા તથા ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે સઘન પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પરિણામે ખેતી માટે જરૂરી પાણીની ઉપલબ્ધતા વધતાં કૃષિ ઉત્પાદકતા અને ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેની હવે રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે.

 “આ રાષ્ટ્રીય સન્માન એ દાહોદ જિલ્લા વહીવટીતંત્ર, સંબંધીત વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓની નિષ્ઠાવાન મહેનત અને સ્થાનિક ખેડૂત ભાઈ-બહેનોના સહયોગનું પરિણામ છે. આ પુરસ્કાર આગામી સમયમાં જિલ્લામાં કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે વધુ નવીનતમ અને અસરકારક કામગીરી કરવા માટે સતત પ્રેરણા આપતો રહેશે.”

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના હેઠળ દાહોદ જિલ્લાને પ્રાપ્ત થયેલ આ એવાર્ડ પી. આર. દવે જિલ્લા ખેતીવાડી અધિકારી એ જિલ્લા કલેકટરશ્રી વતી આ એવોર્ડ સ્વીકાર્યો આ સિદ્ધિથી સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ખેડૂતોમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

Related posts

Leave a Comment