હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં આવેલ પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણના આચાર્યશ્રી દ્વારા એક યાદીમાં જણાવ્યા મુજબ શૈક્ષણિક સત્ર ૨૦૨૭-૨૮ માટે ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં પીએમ શ્રી સ્કૂલ, જવાહર નવોદય વિદ્યાલય, ભાદરણ ખાતે પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ અગાઉ ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૬ નક્કી કરવામાં આવી હતી, પરંતુ વહીવટી કારણોસર હવે આ ઓનલાઈન આવેદન કરવાની તારીખ લંબાવીને ૧૫ મી ઓક્ટોબર ૨૦૨૬ કરવામાં આવી છે.
જેથી હાલ શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬ માં આણંદ જિલ્લાની સરકારી અથવા સરકાર માન્ય (સરકારી કે ખાનગી) શાળામાં ધોરણ ૮ અને ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન આવેદન કરી શકશે. આ પ્રવેશ માટેની પરીક્ષા તા.૧૦ એપ્રિલ ૨૦૨૭ ને શનિવારના રોજ યોજવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.
આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ ધોરણ-૯ માટે નિયત વેબસાઈટ( https://cbseitms.nic.in/2026/nvsix_9/ )અને ધોરણ-૧૧ માટે ( https://cbseitms.nic.in/2026/nvsxi_11 ) પર જઈને નિયત સમયમર્યાદામાં ઓનલાઈન આવેદન કરી શકાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયુ છે.
