સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે 7મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ તાલીમ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ

    સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે 4 દિવસ માટે ‘ફિનિશિંગ સ્કૂલ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 

કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન અને પરવાનગી હેઠળ યોજાયેલા આ તાલીમ વર્ગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ, સંવાદ કૌશલ્ય (ક્રોસ-કમ્યુનિકેશન સ્કિલ્સ) સુધારવો અને તેમની રોજગારક્ષમતા (એમ્પ્લોયેબિલિટી) વધારવાનો હતો.

ચાર દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં નિષ્ણાત ટ્રેનર્સ સંદીપ શાહ અને પરેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જીવનઉપયોગી માર્ગદર્શન તેમજ વ્યવસાયિક કૌશલ્યો અંગે સઘન તાલીમ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંકલન કોલેજના પ્રો. એસ.એ.શાહ તથા પ્રો. એસ.પી.ચંદ્રેશા દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કોલેજના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભવિષ્યની કારકિર્દી સુધારવા માટે ઉપયોગી એવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ મેળવ્યો હતો.

Related posts

Leave a Comment