ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામની ક્ષેત્રીય મુલાકાતે જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા ગાંધીનગર તાલુકાના રાંદેસણ ગામની ક્ષેત્રીય મુલાકાત લઈ સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. 

મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામના અગ્રણીઓ સાથે વિશેષ બેઠક યોજી ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ થયા બાદ ગામમાં થયેલા વિકાસ અને નાગરિકોને મળેલા લાભો અંગે ચર્ચા કરી હતી. આ સાથે પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ નેટવર્ક, રસ્તા, લાઈટ અને બાંધકામ સંબંધિત મુખ્ય સ્થાનિક પ્રશ્નો અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. 

ઉપરાંત, પ્રાથમિક શાળા, આંગણવાડી તથા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ સરકારી પડતર અને ગૌચર જમીનની વર્તમાન સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

Related posts

Leave a Comment