કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગ્રામ પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત કરી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   ગાંધીનગર જિલ્લામાં વહીવટી પારદર્શિતા વધારવા અને ગ્રામીણ સ્તરે સરકારી સેવાઓનું સઘન મોનિટરિંગ કરવાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર તાલુકાના જમિયતપુરા ગ્રામ પંચાયતની સરપ્રાઇઝ મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી પંચાયત રેકોર્ડ અને મહેસૂલી કામગીરીની વિગતો ચકાસી હતી અને ઉપસ્થિત ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમની રજૂઆતો અને પ્રાથમિક સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા. 

આ ઉપરાંત, કલેક્ટરએ સ્થાનિક આંગણવાડી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે બેઠક યોજી બાળકોના પોષણ સ્તર, સ્વાસ્થ્ય સેવાઓ અને પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

Related posts

Leave a Comment