હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા સમુદાયને ટી.બી. માટે અતિ સંવેદનશીલ સમુદાય તરીકે આવરી લઈ છેવાડાના માનવીની આરોગ્ય સુવિધાની દરકાર કરતા સૈયદ રાજપરા ખાતે ટી.બી. સ્ક્રીનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સૈયદ રાજપરા ખાતે સાગર ખેડૂત અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો માટે નિઃશુલ્ક ટી.બી. સ્ક્રીનિંગ, ડિજિટલ ચેસ્ટ X-Ray, HIV તથા ડાયાબિટીસ તપાસ કેમ્પ યોજાયો હતો.
