ભારે વરસાદમાં ધોવાય ગયેલા કંડવા એપ્રોચ રોડની સ્થળ મુલાકાત લેતા – જિલ્લા કલેક્ટર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

   છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે નસવાડી તાલુકાના કંડવા ગામ પાસે આવેલ એપ્રોચ રોડ ધોવાઈ જવાની ઘટના સામે આવી હતી. 

નાગરિકોની અવરજવર અને કનેક્ટિવિટી જળવાઈ રહે માટે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા તાત્કાલિક અસરથી સ્થળની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટર દ્વારા સ્થળ પર જ નુકસાનનું આકલન કરી, તાત્કાલિક ધોરણે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા અને એપ્રોચ રોડનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. 

આ મુલાકાત દરમિયાન માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી નસવાડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment