ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે ઘોઘલી ગામે પશુ મૃત્યુ સહાયના કુલ ૧૨ પશુ પાલકોને રૂ. ૭,૫૪,૫૦૦ ની સહાયના ચેક અર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ

   તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાની નદીઓમાં અતિભારે પૂરની પરિસ્થિતિમાં કુદરતી આપત્તિના કારણે પશુહાનિ ભોગવનાર આહવા તાલુકાના ઘોઘલી ગામના ૧૨ પશુપાલકોને રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલી કુલ રૂ. ૭,૫૪,૫૦૦ની સહાયના ચેકનું આજે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. વિજયભાઇ પટેલે સૌ પશુપાલકોને રૂબરૂ મુલાકાત કરી સાંત્વના પાઠવી સહાયનો ચેક અર્પણ કર્યો હતો. ભારે વરસાદના કારણે ઘોઘલી ગામમાં કુલ ૨૧ પશુઓના મૃત્યુ નોઁધાયા હતા. 

આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આપત્તિગ્રસ્ત પરિવારોની પડખે અડીખમ ઊભી છે અને નુકસાનગ્રસ્તોને સમયસર સહાય પહોંચે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને એક સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ પ્રભારી મંત્રીશ્રીએ નુકશાન થયેલ લોકોને જરૂરી કાર્યવાહી કરી વળતર આપવાની દિશામાં કામ કરવા જણાવ્યું હતું. જે અન્યવયે આજરોજ ઘોઘલી ગામના પશુપાલકોને સહાય ચેક વિતરણ કરવામાં આવ્યાં હતાં. જેમાં (૧) કિશનભાઈ શુકરભાઈ ગવળી, ગાય-૨, બળદ-૧ જેઓને સહાય રૂપે રૂ.૧,૦૭,૦૦૦, (૨) યુનિલાલભાઈ લબુભાઈ ભોયે, ગાય-૨, બળદ-૧ જેઓને સહાય રૂપે રૂ. ૧,૦૭,૦૦૦, (૩) પાલુબેન કાશીરામભાઈ કનસ્યા, ગાય-૨ જેઓને સહાય રૂપે રૂ. ૭૫,૦૦૦, (૪) દેવરામભાઈ બુદ્ધાભાઈ ભોયે, ગાય-૧ જેઓને સહાય રૂપે રૂ. ૩૭,૫૦૦, (૫) ગોપીચંદભાઈ જાનુભાઈ ભોયે, ગાય-૧ જેઓને સહાય રૂપે રૂ. ૩૭,૫૦૦, (૬) માહુભાઈ મનસુખભાઈ પવાર, ગાય-૧, ૩૭,૫૦૦, (૭) પ્રવીણભાઈ રામચંદ્રભાઈ ભોયે, ગાય-૧ જેઓને સહાય રૂપે રૂ. ૩૭,૫૦૦, (૮) ગમજભાઈ એવાજભાઈ ભોયે, ગાય-૨, જેઓને સહાય રૂપે રૂ. ૭૫,૦૦૦, (૯) બનસ્યાભાઈ ધનજીભાઈ પવાર, પાડા-૨ જેઓને સહાય રૂપે રૂ.૬૪,૦૦૦, (૧૦) દિનેશભાઈ જયવંતભાઈ ભોયે, ગાય-૧, બળદ-૧ જેઓને સહાય રૂપે રૂ.૬૯,૫૦૦, (૧૧) મહેશભાઈ જાનુભાઈ ભોયે, ગાય-૧ જેઓને સહાય રૂપે રૂ. ૩૭,૫૦૦, (૧૨) ભરતભાઈ ગમજભાઈ પાડવીગાય-૧, બળદ-૧, જેઓને સહાય રૂપે રૂ. ૬૯,૫૦૦ આમ આ તમામ પશુ પાલકોને કુલ રૂ. ૭,૫૪,૫૦૦ ની સહાયના ચેક આપવામાં આવ્યાં હતાં. 

Related posts

Leave a Comment