હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે બારખાંઘ્યા પુલ તથા વઘઈ–સાપુતારા માર્ગની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી.
બારખાંઘ્યા પુલ પાસે થયેલા ધોવાણ અને વઘઈ–સાપુતારા માર્ગ પર લેન્ડસ્લાઇડિંગ થયેલા સ્થળોનું નિરીક્ષણ કરી માર્ગ-મકાન વિભાગ સહિત સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કરવા સૂચના આપી.
સ્થાનિકો અને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી તકેદારી રાખવા પણ તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું.
