હિન્દ ન્યુઝ, ડાંગ
ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, DGVCL અને BSNL દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
🔹 વીજ પુરવઠા અંગે અપડેટ
* ધવલીદોડ અને ચિંચલી ગામે વીજ પુરવઠો સફળતાપૂર્વક પૂર્વવત કરવામાં આવ્યો.
* આમસરવલણ ખાતે BSNL ટાવરના ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચરને થયેલી ક્ષતિના સમારકામની કામગીરી હાથ ધરાઈ.
* જિલ્લાના અન્ય તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો.
* વઘઈ, સાકરપાતળ, સુબીર અને શબરીધામ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
📡 BSNL નેટવર્ક રિસ્ટોરેશન
* છેલ્લા ચાર દિવસથી બંધ રહેલા હનવતપાડા-ચિંચલી ટાવરને કાર્યરત કરવા કામગીરી તેજ કરવામાં આવી.
* સુબીર, શબરીધામ, પીંપરી, હનવતચોંડ, સાકરપાતળ અને વઘઈ એક્સચેન્જ ખાતે નેટવર્ક અને વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા અધિકારીઓ દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી રહી છે.
👷 ટીમો સતત મેદાનમાં
DGVCL અને BSNL ની ટીમો અંતરિયાળ વિસ્તારોમાં સતત ફિલ્ડમાં રહીને વીજ પુરવઠો અને સંદેશાવ્યવહાર સેવાઓ ઝડપથી સામાન્ય થાય તે માટે કાર્યરત છે.
🤝 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ધીરજ રાખવા અને જરૂરી હોય ત્યારે સંબંધિત વિભાગને માહિતી આપવા અપીલ કરવામાં આવે છે.
