ભારે વરસાદની પરિસ્થિતિને લઈને નાગરિકોની સહાયતા માટે કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ભુજ

    કચ્છ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદમાં નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે તે હેતુથી કચ્છ કલેક્ટરશ્રી અનિલ રાણાવસીયાના માર્ગદર્શન જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭ (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) સંપર્ક કરવા જિલ્લા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તાલુકાના કંટ્રોલ રૂમમાં પણ નાગરિકો કોઈપણ સહાયતા માટે ફોન કરીને મદદ માગી શકે છે. 

કચ્છ કલેક્ટરની કચેરી ભુજ ખાતે કાર્યરત જિલ્લા કંટ્રોલ રૂમમાં રાહત બચાવ કામગીરી, રોડ રસ્તાઓને અસર, ડેમનું જળસ્તર, વીજ પુરવઠો, સ્થળાંતર સહિતની બાબતોને લઈને નાગરિકોને હિતમાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરવામાં આવી રહી છે. તાલુકાકક્ષાએ પણ વિવિધ કંટ્રોલ રૂમ કાર્યરત છે ત્યારે ત્યાંથી આવતી તમામ માહિતીનું સંકલન કરીને હાલની ભારે વરસાદની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કંટ્રોલ રૂમનું સીધું જ મોનીટરીંગ કચ્છ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, વરસાદની પરિસ્થિતિની રિયલ ટાઈમ માહિતી રાજ્યકક્ષાના ગાંધીનગર ખાતે કાર્યરત SEOCને અપડેટ્સ આપવામાં આવી રહી છે. અહીં આવતી નાગરિકોની ફરિયાદોને સંલગ્ન તાલુકાવાઈઝ પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રીને નિવારણ અર્થે મોકલવામાં આવી રહી છે. નાગરિકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ આવે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યો છે. 

નાગરિકો કોઈપણ સહાયતા માટે જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭, (૦૨૮૩૨-૨૫૦૯૨૩/૨૫૨૩૪૭) અને તાલુકા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ છે. તાલુકા કંટ્રોલ રૂમમાં નાગરિકોને ભુજ માટે ૦૨૮૩૨-૨૩૦૮૩૨, માંડવી માટે ૦૨૮૩૪-૨૨૨૭૧૧, મુન્દ્રા માટે ૦૨૮૩૮-૨૨૨૧૨૭, અંજાર માટે ૦૨૮૩૬-૨૪૨૫૮૮, ગાંધીધામ માટે ૦૨૮૩૬-૨૫૦૨૭૦, ભચાઉ માટે ૦૨૮૩૭-૨૨૪૦૨૬, રાપર માટે ૦૨૮૩૦-૨૨૦૦૦૧, નખત્રાણા માટે ૦૨૮૩૫-૨૨૨૧૨૪, અબડાસા માટે ૦૨૮૩૧-૨૨૨૧૩૧ અને લખપત માટે ૦૨૮૩૯-૨૩૩૩૪૧ તથા ભુજ શહેર માટે ૦૨૮૩૨-૨૩૧૫૭૯ ઉપર સંપર્ક કરી શકાશે.

 

Related posts

Leave a Comment