હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લામાં વરસાદથી અસરગ્રસ્ત દાહોદ જેસાવાડા રોડ અને લીમખેડા ખાતે રસ્તા ઉપર ભરાયેલ પાણી નિકાળની કામગીરી અને ઇકકો ફિક્સ મટીરીયલથી પેચ વર્કની કામગીરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દાહોદ કામગીરી શરૂ કરવામાં આવી છે.
જાહેર જનતાને સુરક્ષિત અને સુગમ વાહન વ્યવહાર મળી રહે તે હેતુસર તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની તકનિકી ટીમ દ્વારા સ્થળ પર સર્વેક્ષણ કરી માર્ગોની નુકસાનગ્રસ્ત સપાટીના મરામતની કામગીરી માટે ડામર વડે પેચવર્કનો આરંભ કરવામાં આવ્યો છે.
મશીનરી અને માનવ શક્તિના સંકલિત ઉપયોગ થકી આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય એ રીતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
