ગાંધીનગર જિલ્લા ખાતે એપ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

   નાગરિકોની સુરક્ષા અને હવામાનની સચોટ માહિતી માટે ગાંધીનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી) અને GSDMA દ્વારા “મૌસમ” (MAUSAM) અને “સચેત” (SACHET) એપ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. IMD ની ‘મૌસમ’ એપ દૈનિક હવામાન, તાપમાન અને વરસાદના તાજા અપડેટ્સ આપે છે, જ્યારે ‘સચેત’ એપ ચક્રવાત, પૂર કે અતિભારે વરસાદ જેવી આપત્તિઓ સામે લોકેશન આધારિત પૂર્વ ચેતવણીઓ અને સુરક્ષા માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બંને એપ્સ Google Play Store અને Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈપણ કટોકટીમાં તાત્કાલિક સહાય માટે ટોલ ફ્રી નંબર 1077 અથવા હેલ્પલાઈન 079-23256720 પર સંપર્ક કરવા અનુરોધ છે.

Related posts

Leave a Comment