હિન્દ ન્યુઝ, સુરત
જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરત શહેરના વેલંજાની પ્રાથમિક શાળા ક્રમાંક ૩૭૯ તેમજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓની સમીક્ષા કરી હતી અને ડ્રોપઆઉટ બાળકોના પુન:શાળાપ્રવેશ તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો હતો.
પ્રા.શાળાના આચાર્ય ભરતભાઈ ધાનાણી અને માધ્યમિક શાળાના આચાર્ય ડૉ. સંગીતાબેન મિસ્ત્રીએ કલેક્ટરનું ઉષ્માભર્યું સ્વાગત કરી શાળાના શિક્ષણકાર્ય, સ્ટાફગણ અને કરવામાં આવ્યું હતું. પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાળાની માળખાકીય સુવિધાઓની સમીક્ષા કરી હતી. જેમાં સરકારી માધ્યમિક શાળાની જમીનની નવી માપણી, જમીન સંબંધી નવા આદેશો, શિક્ષકોની ઉપલબ્ધતા અને વધારાના વર્ગખંડોની જરૂરિયાત જેવા મહત્વના મુદ્દાઓ પર આચાર્યશ્રીઓ અને સ્થાનિક આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.
રાજ્ય સરકારે ‘બેક ટુ સ્કૂલ’ના ઉદ્દેશ સાથે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાના આશય સાથે શાળા છોડી ગયેલા બાળકો, તરૂણ-તરૂણીઓ પુન:શાળા પ્રવેશ કરે અને ઉજ્જવળ ભાવિ નિર્માણ કરે એ માટે મુહિમ છેડી છે, જે સંદર્ભે કલેકટરશ્રીએ સ્થાનિક વિસ્તારના ૪ બાળકોને પુનઃ શિક્ષણના પ્રવાહમાં જોડવા માટે તંત્રને ખાસ તાકીદ કરી હતી.
વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા કલેક્ટરએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા કહ્યું કે, ધો. ૧૦ કે ૧૨ ના ગુણ એક તબક્કા પછી ગૌણ બની જતા હોય છે અને કારકિર્દી પ્રથમ સ્થાન મેળવે છે, પરંતુ સફળતાના શિખરો સર કરવા માટે વર્તમાન શિક્ષણના આ પગથિયાં અત્યંત મહત્વના છે. તેમણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો ઉપરાંત સંદર્ભ પુસ્તકોનું વાંચન કરવા અને સામાન્ય જ્ઞાનમાં સતત વધારો કરી ઉચ્ચ સપનાઓ સેવવા પ્રોત્સાહિત કર્યા હતા.
