છોટાઉદેપુર જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ નિમિત્તે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

    “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશ”ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત રાજ્ય હમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિકાસના નવા આયામો સિદ્ધ થયા છે. નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય, સુખાકારી અને “આદર્શ ગ્રામ પંચાયત”ની વિભાવનાને ચરિતાર્થ કરવા લોક-ભાગીદારી થકી સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય, વ્યાપક અને પરિણામલક્ષી બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ “સ્વચ્છતા સપ્તાહ અભિયાન ૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યના નાગરિકો, જનપ્રતિનિધિઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ કર્મયોગીઓના સક્રિય સહયોગથી અભિયાન સફળ બને માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ ગામોમાં તા.૦૮ થી ૧૪ જૂન દરમિયાન સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેના ભાગરૂપે તા.૯ જૂનના રોજ ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની ગ્રામ પંચાયતોમા ગામના નાગરિકો દ્વારા ગામના મુખ્ય રસ્તાઓ તેમજ જાહેર સ્થળો પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને વ્યાપક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામજનો સાથે વિશેષ બેઠકનું આયોજન કરી, પર્યાવરણ અને સ્વાસ્થ્યને નુકસાનકર્તા એવા ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’નો ઉપયોગ ન કરવા અને તેના વિકલ્પો અપનાવવા અંગે સઘન સમજ આપવામાં આવી હતી.

 

Related posts

Leave a Comment