હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ૦૯ જૂન ૨૦૨૬ના રોજ ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન’ (PMSMA) અંતર્ગત અભિયાનના સફળ ૧૦ વર્ષ પૂર્ણ થવાના ઉજવણીના ભાગરૂપે અતિ જોખમી સગર્ભા માતાઓની આરોગ્ય તપાસ માટેના વિશેષ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની ૧ જનરલ હોસ્પિટલ, ૧૦ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે કુલ ૬૫ જેટલા વિશેષ મેડિકલ કેમ્પ યોજાયા હતા. આરોગ્ય કેમ્પોમાં જિલ્લાભરમાંથી કુલ ૩૪૬૧ જેટલી સગર્ભા માતાઓની તબીબી અધિકારીઓ અને નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ (સ્ત્રી રોગ નિષ્ણાત) તબીબો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્ત્રી રોગ નિષ્ણાતો દ્વારા ૫૩૧ અને મેડિકલ ઓફિસરઓ દ્વારા ૨૨૮ જેટલી સગર્ભા માતાઓને ઉચ્ચ સ્તરીય આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આરોગ્ય તપાસ દરમિયાન વિશેષ કાળજીના ભાગરૂપે જોખમી અને અતિ જોખમી લક્ષણો ધરાવતી ૧૮૨ સગર્ભા માતાઓની સઘન મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં આઈડેન્ટિફાય થયેલા લક્ષણો મુજબ હાઈ-રિસ્ક (અતિ જોખમી) સગર્ભા માતા- ૨૦૭, એનિમીક (લોહીની ઉણપ ધરાવતી) માતા – ૧૦૭, બી.એમ.આઈ. (BMI < ૧૭) ધરાવતી માતા – ૧૭૬ અને સિકલસેલ પોઝિટિવ માતા – ૩૮ માતાઓને સ્થળ પર જ સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ સગર્ભા માતાઓના જરૂરિયાત મુજબના લેબોરેટરી રિપોર્ટ સ્થળ પર જ કરીને વિનામૂલ્યે જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
