સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી બનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

હિન્દ ન્યુઝ, સુરત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

              આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય એ અકળ છે, જેની અનૂભૂતિ જ કરી શકાય એમ છે. 

  મુખ્યમંત્રીએ જૈનાચાર્ય યશોવર્મસુરીશ્વર મહારાજ દ્વારા કરવા આવેલા કામોની સહર્ષ નોંધ લઇ ૬૩ વર્ષના તેમના સફળ દીક્ષાપર્યાયને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી સમાજને સુસંસ્કૃત કરવા તેમણે આપેલા યોગદાનની સરાહના કરી હતી. વર્ષ ૧૯૬૫માં નાની વયે દીક્ષા લઈને આચાર્યએ દેશના ખૂણેખૂણામાં પરિભ્રમણ કરી અનેક લોકો અને પરિવારોનું કલ્યાણ કરવાની સાથે ખરા અર્થમાં તેઓના પથદર્શક બનવાનું ઉત્તમ કાર્ય કર્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Related posts

Leave a Comment