હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹 ઈન્દ્રોડા પાર્કમાં વન્યજીવો માટે 15 જમ્બો કૂલર્સ, 20 હાઇ-ટેક સ્પ્રિન્ક્લર્સ તેમજ વિટામિન-યુક્ત આહારની વ્યવસ્થા; કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું
🔹 વન્યજીવોના આવાસ, સર્પગૃહ, પક્ષી ગૃહમાં પરંપરાગત ખસના પડદા લગાવી તેના પર સમયાંતરે પાણીનો છંટકાવ કરવામાં આવે છે; અબોલ જીવોની ત્વરિત સારવાર તેમજ નિયમિત હેલ્થ મોનિટરિંગ માટે અનુભવી પશુ ચિકિત્સકોની 24 કલાક રાઉન્ડ-ધ-ક્લોક સેવા ઉપલબ્ધ કરાઈ
🔹 ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં ઝૂ સ્ટાફ અને વેટરનરી ટીમ દ્વારા તમામ પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે; સાથે જ મુક્ત વન્યજીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે સમગ્ર જંગલ વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ વિશેષ વોટર પોઇન્ટ્સની વ્યવસ્થા
