વલસાડના ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગમાં સ્થાપ્યો નવો રાષ્ટ્રીય રેકોર્ડ

હિન્દ ન્યુઝ, વલસાડ

રાજ્યના વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય ખેલાડી રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 (અંડર 20) એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો; રાહુલે દસ ઇવેન્ટની આ સ્પર્ધામાં કુલ 7,185 પોઈન્ટ્સ મેળવી ખિતાબ પોતાના નામે કર્યો અને સાથે જ અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો.

નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રાહુલની મહેનત અને રાજ્ય સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે કરાયેલા રોકાણના પરિણામે આવી પ્રતિભાઓ વિકસી રહી છે.

ગુજરાત સરકારે ખેલાડીઓને ઉત્તમ સુવિધાઓ અને તક પૂરી પાડી છે. હવે મારું સ્વપ્ન કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે અને તે માટે હું સતત મહેનત કરતો રહીશ : ખેલાડી રાહુલ જાખર

Related posts

Leave a Comment