ડાંગની 181 અભયમ ટીમે માતા અને બાળકીનું સુખદ મિલન કરાવ્યું 

હિન્દ ન્યુઝ, ડાંગ

ડાંગ જિલ્લામાં 181 અભય મહિલા હેલ્પલાઇન પર મળેલા કોલના આધારે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પારિવારિક મતભેદોને કારણે માતાથી અલગ રાખવામાં આવેલી 2 વર્ષની બાળકીનું કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ માતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું.

✅ પતિ તથા સાસરી પક્ષનું કાઉન્સેલિંગ

✅ મહિલાને કાયદાકીય માર્ગદર્શન

✅ પારિવારિક વિવાદનું શાંતિપૂર્ણ સમાધાન

✅ માતા-બાળકીનું ફરી મિલન

181 અભયમ ટીમે સમજાવ્યું કે મહિલાઓને સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે તેમજ બાળકના હિતને કાયદા હેઠળ પ્રાથમિકતા આપવામાં આવે છે.

Related posts

Leave a Comment