હિન્દ ન્યુઝ, સુરત
તા. 27 મે, 2026થી મગના ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઇન નોંધણી શરૂ થશે; આગામી તા. 10 જૂન સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકાશે- ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ ‘ફાર્મર રજિસ્ટ્રેશન’ કરાવવું ફરજિયાત
🔶 ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત’ મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.
🔶 ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
🔶 રજિસ્ટ્રેશન કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે.
