પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને શબવાહિનીઓ અને વેક્સીન વાન અર્પણ

હિન્દ ન્યુઝ, સુરત 

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ૧૨ વર્ષના સુશાસનની ફલશ્રુતિરૂપે પૂર્વ સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશની વર્ષ-૨૦૨૪ની ગ્રાન્ટમાંથી સુરત મહાનગરપાલિકાને રૂ.૧.૫૩ કરોડના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવેલી ચાર શબવાહિનીઓ (ડેડ બોડી વાન) અને એક વેક્સીન વાનનું લોકાર્પણ ઘોડદોડ રોડ સ્થિત મજૂરા ફાયર સ્ટેશન ખાતે પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશના હસ્તે કરાયું હતું.

            શબવાહિની પ્રતિ વાહન રૂ.૩૧.૩૫ લાખના ખર્ચે ખરીદવામાં આવી છે, એમ ચાર શબવાહિનીઓની ખરીદી પર કુલ રૂ.૧.૨૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વેક્સીન વાન રૂ.૨૭.૯૭ લાખના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ બંને મળીને કુલ રૂ.૧.૫૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment