ગુજરાતની પાવર ગ્રીડ બનશે વધુ મજબૂત!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

ગીર સોમનાથ બાદ ગુજરાતમાં વધુ 7 સ્થળોએ STATCOMની સ્થાપના થશે.

ગ્રીડમાં વોલ્ટેજ સ્થિરતા અને સતત વીજ પ્રવાહ સુનિશ્ચિત કરતી ‘સ્માર્ટ વોલ્ટેજ સ્ટેબિલાઇઝર’ સિસ્ટમ રાજ્યના ખેરાલુ, થરાદ, દિયોદર સહિત અન્ય 7 સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે .

ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા સ્થાપિત આ અદ્યતન રિયલ-ટાઇમ સ્ટેટિક સિન્ક્રોનસ કમ્પેન્સેટર (STATCOM) સિસ્ટમ પાવર ફેક્ટર નિયંત્રિત કરીને ઓવર-વોલ્ટેજ ઘટાડે છે અને વોલ્ટેજ અચાનક ઘટી જવાની સ્થિતિ અટકાવે છે, ખેડૂતોની મોટર બળી જવાની કે પાવર ટ્રીપ થવાની સમસ્યાનો આ આધુનિક ટેકનોલોજીથી અંત આવશે.

Related posts

Leave a Comment