સુરત જિલ્લા કલેકટર તેજસ પરમારના હસ્તે એક સાથે પાંચ પરિવારોને દત્તક માતા-પિતાનો આદેશ પ્રાપ્ત

હિન્દ ન્યુઝ, સુરત

સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તેજસ પરમારના હસ્તે એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ને આધારે એક સાથે સુરતના ૫ પરિવારોને દત્તક આદેશ પ્રાપ્ત થયો હતો. જેમાં ૮ થી ૧૭ વર્ષની વયની ૩ દિકરી અને ચાર દિકરાઓને દત્તક અપાયા છે. તમામ પરિવારોને સાવકા માતાપિતા(step Adoption)ના આદેશ આપતા કલેક્ટરએ શુભેચ્છા પાઠવી હતી. વધુમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ કરાયેલી કાર્યવાહી વિષે વધુ વિગત આપતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમારે જણાવ્યું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સ્વાયત્ત સંસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી(CARA)ના ઓનલાઈન પોર્ટલ મિશન વાત્સલ્ય ઉપર દત્તક ઇચ્છુક દંપતિઓએ સાવકા માતાપિતા(step adoption) માટે અરજી કરી હતી. જેની કાયદાકીય પ્રક્રિયા પૂરી થતાં આ પાંચેય પરિવારો ખરા અર્થમાં પૂર્ણ થયા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં સૌથી વધારે સ્ટેપ એડોપ્શનના આદેશ પ્રાપ્ત કરનાર સુરત જિલ્લો પ્રથમ છે. જેમાં સ્ટેપ એડોપ્શનના કુલ ૪૮ અને સંબંધિ દ્વારા બાળકને દત્તક લેવાના કુલ ૧૧ આદેશ પ્રાપ્ત થયા છે.

Related posts

Leave a Comment