હિન્દ ન્યુઝ, સુરત
તા. 1 મે, ગુજરાત સ્થાપના દિવસના રોજ યોજાનાર VGRCમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 16 જિલ્લાઓને આવરી લેવાશે કે જેમાં રસાયણ, પેટ્રોકેમિકલ્સ, કાપડ, જેમ્સ અને જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી ઈકોસિસ્ટમ, આઈટી જેવા ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકાશે.
આ મહત્ત્વપૂર્ણ કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, વડોદરા સહિત કુલ 16 જિલ્લાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરાશે; આ કાર્યક્રમ રાજ્યની વિકાસગાથાને વધુ મજબૂત બનાવવાના સબળ માધ્યમ તરીકે કાર્ય કરશે.

