વેરાવળ,
વેરાવળ શહેરમાં આગામી તહેવારો ગણેશ સ્થાપન વિસર્જન મોહરમ અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન દ્વારા વેરાવળ શહેરના હિન્દુ મુસ્લિમ સમાજ ના જન પ્રતિનિધિ તથા શાંતિ સમિતિ ના સભ્યો સાથે મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું.
આગામી સમયમાં ગણેશ સ્થાપન વિસર્જન મોહરમ તથા તહેવારો આવી રહેલ હોય અને આ તહેવારમાં લોકો એકત્રિત થવાની સંભાવના રહેલ હોય આ મીટીંગમા હાજર તમામ અપીલ કરવામાં આવેલ કે આગામી સમયમાં આવતા તહેવારોમાં જાહેરમાં કોઈ સભા ઝુલુસ સરઘસ વિ.નુ આયોજન ન થાય. કોઈ પણ પ્રકારના વિસર્જન માટે ચોપાટી બંદર કે નદી કાંઠે જવા ઉપર પ્રતિબંધ હોય જાહેરનામાનો ચુસ્ત પણે અમલ થાય તથા તમામ કોમ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો જરવાઇ રહે.
તેવો સંદેશ જાહેર જનતા સુધી દરેક ગલી મહોલ્લામાં પહોંચવામાં આવે તેમજ કોરોના જેવી માહમારીની ગંભીર તા લોકોને સમજાવી આવા પ્રકારના આયોજન ન કરવામાં આવે તેવી સમજાવટ કરવામાં આવે હજાર તમાંમ આગેવાનો દવારા સહકાર આપવામાં આપવાની ખાત્રી આપવામાં આવેલ છે.
રિપોર્ટર : હારુન કાલવાત, વેરાવળ