હિન્દ ન્યુઝ, ધરમપુર
છેલ્લાં પાંચ વર્ષથી યોજાતી શૈક્ષણિક સંગોષ્ઠિ યાત્રા ગુર્જર પ્રદેશના વિવિધ ખૂણાઓને સ્પર્શવા મથામણ કરે છે. પોતાની જાતને જોડીને આપણી સમૃદ્ધિથી આપણા જિજ્ઞાસુઓને રળિયાત કરવાનો મનોરથ હંમેશા સફળ થતો રહ્યો છે.
આવા જ એક પવિત્ર ઉદ્દેશ સાથે,સૌ એક સાથે એક નવું પગલું આદિજાતિ વિસ્તાર વલસાડ જિલ્લા, ધરમપુર તાલુકાના ચાસ માંડવા ગામે સનાતન નિસર્ગધામ ખાતે તેની સંવેદના સ્પર્શવા બે દિવસ સંગોષ્ઠિ -૯ યોજાય હતી.
પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્ર અને ફોરમ ઍવોર્ડ સમારોહમાં પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ( દાદા), શાસ્ત્રી પૂ. શ્રી દિવ્ય સ્વરૂપ સ્વામીજી, પિયુષભાઈ ધાનાણી ઉપસ્થિત રહી દિવ્ય દિપ જયોત પ્રજવલિત કરી માં સરસ્વતીની પ્રાર્થનાથી સંગોષ્ઠિ -૯ ને ખૂલ્લુ મુકાયું હતું.
પ્રશાંતભાઈ ચ્હાવાલા સેવા અને શિક્ષણનું આજીવન સમર્પણ ને લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જ્યારે ફોરમ શ્રેષ્ઠ શિક્ષક વિજેતા સુ.શ્રી મમતાબેન જોશી, ડૉ. કિરીટ ચૌહાણ, દેવકુબેન બોરીચા અને પરેશભાઈ હિરાણીને સન્માનિત કરાયા હતા.’અધ્યાત્મ અને શિક્ષણ’ લે. શયામજીભાઈ દેસાઈ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન લોક સાહિત્યકાર શ્રી ભગવતભાઈ ગઢવી એ કર્યુ હતું. વ્યાસ સત્રમાં ‘ભાગવતી સંસ્કારો અને કેળવણી’ વિષે ભાગવતચાર્ય પૂજ્ય શ્રી પંકજભાઈ વ્યાસ (દાદા) અને ‘મહાભારતની પાત્ર સૃષ્ટિ અને મૂલ્યો’ પ્રા. શ્રી કુમાર જૈમીન શાસ્ત્રી સાહિત્યકારે આપી હતી, જેનું સંચાલન બાબુભાઇ મોર, સંજયભાઈ પટેલે કર્યું હતું. વાલ્મિકી સત્રમાં ‘અધ્યાત્મ અને શિક્ષણ કર્મ, ડૉ. આશાબેન ગોહિલ અધ્યાપક મોટાપોંઢા કૉલેજ ‘વિજ્ઞાન અને ધર્મ’ શ્રી પ્રજ્ઞેશભાઈ રાઠોડ જિલ્લા વિજ્ઞાન અધિકારી ધરમપુરે આપી હતી, જેનું સંચાલન દીપિકાબેન વાણીયા અને પત્રકાર રત્ન એવોર્ડ સન્માનિત મહેશ ટંડેલ દ્વારા આયોજન કરવામાં આવ્યુ.

સાંજે ચિત્રકૂટ વન તિર્થાટન માં જંગલ પરિભ્રમણ અને વનવાસી ભાઈઓ – બહેનો સાથે સંવેદનાનું જોડાણ કર્યું હતું. સાંજે ૭ થી સંગોષ્ઠિના સાધકો દ્વારા પોતાની શાળાઓ દ્વારા અધ્યાત્મ પ્રવૃત્તિઓનો સંવાદ દીપ્તિબેન જોશી અને મમતાબેન જોશીના સંચાલન સાથે પૂર્ણ કરાયો હતો.
બીજા દિવસે તુલસીસત્રમાં ‘માનસ: માનવ સર્જનનું મેનેજમેન્ટ’ તખુભાઈ સાડસુર શિક્ષણ ચિંતક અને ‘ભગવદગીતા અને શિક્ષણ’ ડૉ. ધર્મેન્દ્ર કનાલા આચાર્ય જનતા વિદ્યાલય તાતણિયા જિ. અમરેલી અને સંચાલન મનિષાબેન શુકલ અને વિમલભાઈ પટેલે કર્યું હતું. સંયોજક તખુભાઈ સાડસુર,સહસંયોજક શ્યામજીભાઇ દેસાઈ,ડૉ. મહેશ ઠાકર, કાર્યક્રમ સંયોજક લીલાબેન ઠાકરડા અને હરેશભાઈ સોડવડિયા એ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આયોજન કરી એક અદ્ભુત અને અવિસ્મરણીય સંગોષ્ઠિની પ્રતિત કરાવી હતી.
વલસાડ જીલ્લા બ્યુરોચીફ : મહેશ ટંડેલ

