“સૌને ઘર”ના લક્ષ્યાંક તરફ ગુજરાત સરકારનું વધુ એક મહત્ત્વનું કદમ

હિન્દ ન્યુઝ, દાહોદ

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કલ્યાણ યોજનાઓના 100 ટકા લાભો લાભાર્થીઓને પહોંચાડવા આપેલા સેચ્યુરેશન એપ્રોચને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારને રહેણાક હેતુ માટે ઘરથાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ તેમજ બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર,

(1) ગ્રામ્ય વિસ્તારમાં વસતા અને સામાજિક-આર્થિક અને જાતિ આધારિત ગણતરી 2011 (SECC) અથવા 

(2) કેન્દ્ર અથવા રાજ્ય સરકારની આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ આવાસ યોજના, પ્રધાનમંત્રી જનમન યોજના વગેરે અન્વયે પાત્રતા યાદી તૈયાર કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવેલા કોઈપણ સર્વે અંતર્ગત આવાસ યોજનાઓની સહાય માટે લાયકાત ધરાવતા હોય અથવા પાત્રતા ધરાવતા કુટુંબની યાદીમાં સમાવિષ્ટ કરવા પાત્ર હોય અથવા

(3) રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા આવાસને લગતી વખતોવખત બહાર પાડવામાં આવનાર આવાસ યોજનાઓની સહાય માટે તે યોજનાના ધોરણો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Related posts

Leave a Comment