મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિવાસી ખેડૂતો માટે રૂ.૯૨૭ કરોડની ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન યોજના’નું લોકાર્પણ થશે

હિન્દ ન્યુઝ, સુરત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૭મી માર્ચના રોજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડી ગામેથી આદિવાસી પંથકની જીવાદોરી સમાન ‘તાપી-કરજણ લિંક પાઇપલાઇન ઉદવહન સિંચાઈ યોજના’નું લોકાર્પણ કરશે. રૂા.૯૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજના થકી વર્ષોથી સિંચાઈના પાણીની અછત ભોગવતા ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના ૭૩ ગામોના હજારો ખેડૂતોને સિંચાઈ મળવાથી સીધો લાભ મળશે.

         આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે આજરોજ જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી ઈશ્વરભાઈ પટેલ અને માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ સાદડપાણી સ્થિત પમ્પિંગ સ્ટેશન નં-૪ અને કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે એન્જિનિયરિંગ કામગીરી અને કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

          

Related posts

Leave a Comment