ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કોયલી વડોદરા દ્વારા દાહોદના છાપરી ખાતે યોજાઈ મોકડ્રિલ

હિન્દ ન્યુઝ, દાહોદ 

     દાહોદ છાપરી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમિટેડની ઓઇલની લાઇન પસાર થાઇ છે. જે લાઇન પર ભવિષ્યમાં કોઇ ઘટના ના બને અને કોઇ ઓઇલ લીકેજ, બ્લાસ્ટ જેવી કોઇ ઘટના બને તો ઓછા સમયમાં કઇ રીતે કાર્ય કરવું જેના અભ્યાસરૂપ કવાયત છે જે વાસ્તવિક આપત્તિની પરિસ્થિતિનું અનુરૂપ બનાવીને મોકડ્રિલનું યોજવામાં આવ્યું હતું. આ મોકડ્રીલના માધ્યમથી ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયાર કરેલા આયોજનોનું તાત્કાલિક કામગીરી કરવા માટે પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. 

આ દરમ્યાન સર્વ પ્રથમ કોઇ અજાણી વ્યકિતઓ ઇન્ડીયન ઓઈલની લાઇન પર ખોદકામ કરે છે ત્યારે લાઇન લીકેજ થાય છે. ત્યારે પેટ્રોલિંગ પર નીકળેલા ગાર્ડને પાઇપ લાઇનમાં ક્ષતિની જાણ થાય છે. જેઓ દ્વારા કોયલી સ્ટેશન ખાતે જાણ કરી જરૂરી મેન્ટેન્સ માટે સ્ટાફ બોલાવે છે. મેન્ટેન્સ સ્ટાફ સમારકામ અંગેની કામગીરી દરમિયાન આગ ફાટી નીકળે છે. ત્યારે ઘાયલ થયેલા કર્મચારીઓને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવે છે. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ આગ કંટ્રોલમાં નહીં આવતા આખરે વહીવટી તંત્રનો સહારો લેવામાં આવે છે. અને કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવે છે. કંટ્રોલ રૂમમાં જાણ થતાની સાથે જ કંટ્રોલરૂમ દ્વારા દાહોદ ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે સાથે તમામ સંબંધિત ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. 

દાહોદ ફાયર વિભાગની ટીમે દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લીધા બાદ દાહોદ ફાયર વિભાગને સમારકામ પૂર્ણ કર્યું હતું. આમ, તમામ વિભાગો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે પ્રાંત અધિકારી દાહોદ મિલિન્દ દવે, મામલતદાર દાહોદ પી બી ગોહિલ, ડિઝાસ્ટર મામલતદાર એમ ડી લુહાર, જી.એસ.ડી.એમ.એ DPO,જે જી લહાર, અધિક આરોગ્ય અધિકારીશ્રી દાહોદ, ઇન્ડિયન ઓઇલ રિફાઇનરી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ, જિલ્લા અધિક આરોગ્ય અધિકારી, પોલીસ વિભાગ કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારી, ફાયર બ્રિગેડ વિભાગ દાહોદ, સબંધિત વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment