હિન્દ ન્યુઝ, વલસાડ
🔹 છેલ્લાં પાંચ વર્ષથી ગુજરાત સ્ટાર્ટ અપ ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે; રાજ્યમાં રી-સર્ચ અને ઉદ્યોગ સાહસિકતા તેમજ નવીનતાને પ્રોત્સાહન આપવા IIT મોડલ આધારિત અમદાવાદમાં રીસર્ચ પાર્ક બનશે.
🔹 છ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ક્લોઝ સિસ્ટમ આઇ.સી.યુ.ની સેવાઓ ઉપલબ્ધ કરાવવા તબીબી સાધનોની ખરીદી કરવા ₹60 કરોડની જોગવાઇ.
🔹 વલસાડ જિલ્લાના મધુબન ડેમ આધારિત ધરમપુર–કપરાડા ઉદ્વહન સિંચાઈ યોજના દ્વારા 35 ગામોના 16235 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થશે
🔹 કોમનવેલ્થની યજમાનીથી ગુજરાતને ભારતની રમતગમતની રાજધાની તરીકે વિકસિત કરવાની પ્રક્રિયાને નવી ગતિ મળશે.
🔹 દરિયામાં વહી જતાં નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશમાં વાળવા સુજલામ સુફલામ પાઇપ લાઇન યોજના માટે કુલ ₹3043 કરોડની જોગવાઇ.

