ગાંધીનગર ખાતે ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક યોજાઈ 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ભારત સરકારના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની કચેરી દ્વારા આયોજિત વસતી ગણતરી-2027ના પ્રથમ તબક્કાની તૈયારીઓ અંતર્ગત ગુજરાત, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવના પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર્સની વિશેષ બેઠક મુખ્ય સચિવ એમ.કે. દાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાઈ.

2027ની વસતી ગણતરી બે તબક્કામાં યોજાશે કે જેમાં પ્રથમ તબક્કામાં ઘર યાદી અને આવાસ ગણતરી થશે જ્યારે બીજા તબક્કામાં વસતી ગણતરી હાથ ધરવામાં આવશે; ગુજરાતમાં HLOની કામગીરી આગામી એપ્રિલ-મે વર્ષ 2026 દરમિયાન શરૂ થશે કે જેમાં નાગરિકોને ઓનલાઈન સ્વ-માહિતી ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

આ બેઠકમાં ગુજરાતની વસતી ગણતરી નિયામકની કચેરી દ્વારા વિવિધ વહીવટી અને તક્નીકી પાસાઓ પર વિગતવાર પ્રેઝન્ટેશન સાથે વિશેષ ચર્ચા કરાઈ કે જેમાં HLO Phase-I હેઠળ રાજ્યમાં મકાનો, રહેણાક એકમો અને ઘરોની વિગતવાર યાદી તૈયાર કરવાની કામગીરીનું આયોજન, તાલીમ, કર્મચારીઓની નિમણૂક અને ડિજિટલ સ્વ-ગણતરીની સુવિધા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું.

વસતી ગણતરી-2027 ચોકસાઈ, પારદર્શિતા અને ડિજિટલ ગવર્નન્સમાં બેન્ચમાર્ક સ્થાપિત કરશે: મુખ્ય સચિવ એમ. કે. દાસ

Related posts

Leave a Comment