દેવગઢ બારિયા તાલુકાના તોયણી, દેવી રામપુરા, ટીડકી જેવા વિવિધ ગામોમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા 

    દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમ અંતર્ગત વિવિધ ગામોમાં તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય સ્તરે કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિ અમલીકરણ માટે સતત તાલીમ, મોડેલ ફાર્મ મુલાકાત, માર્ગદર્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

જે અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના તોયણી, દેવી રામપુરા, ટીડકી જેવા વિવિધ ગામોમાં તાલીમ યોજવામાં આવી હતી. જેમાં કૃષિ સખીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતોએ અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિગતવાર સમજ આપી હતી. તાલીમો દરમિયાન ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, કુદરતી ખાતરનો ઉપયોગ, બિયારણ ઉપચાર, જૈવિક જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. 

Related posts

Leave a Comment