વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું બજેટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વર્ષ 2026-27ના બજેટને આવકારતા જણાવ્યું કે, ગુજરાત માન. વડાપ્રધાનના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશાદર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે, આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જન કલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે.

વર્ષ 2026-27ના બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં 10.2 ટકાનો વધારો બજેટ સાઈઝમાં થયો છે. બજેટના કુલ ખર્ચના 65 ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે. સમાજના દરેક વર્ગો ખાસ કરીને GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે : મુખ્યમંત્રી

 

Related posts

Leave a Comment