કડછ ગામની એલ.જી. જાડેજા હાઈસ્કૂલ ખાતે ‘સીઆઈએસએફ વંદે માતરમ સાયક્લોથોન-2026’નું ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, પોરબંદર 

    સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) દ્વારા આયોજિત ‘વંદે માતરમ સાયક્લોથોન-2026’ કડછ ગામની એલ.જી. જાડેજા હાઈસ્કૂલ ખાતે પહોંચતા શાળા પરિવાર અને ગ્રામજનોએ સાઈકલિસ્ટોનું તિલક કરી અને હાર પહેરાવી આત્મીય સ્વાગત કર્યું હતું. સમગ્ર પરિસર દેશભક્તિના નારા અને ઉત્સાહભેર વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે ગામના યુવાનો, CISF જવાનો તેમજ એન.સી.સી. કેડેટ્સના સંયુક્ત સંકલનથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દેશપ્રેમના ગીતો, નૃત્યો અને પ્રસ્તુતિઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રસુરક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

મુખ્ય અતિથિએ પોતાના ઉદ્બોધનમાં ‘સીઆઈએસએફ વંદે માતરમ સાયક્લોથોન-2026’ના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે “સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત”ના સંદેશને ઉજાગર કરતાં તટીય સુરક્ષા માટે નાગરિકોની સક્રિય ભાગીદારીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. સાથે જ ‘વંદે માતરમ’ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગની નોંધ લઈ આ અભિયાનને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ પહેલ ગણાવી હતી.

આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ હરેન્‍દ્ર નારાયણ (વરિષ્ઠ કમાન્ડન્ટ, CISF), સુનિલકુમાર (એરપોર્ટ ડિરેક્ટર, પોરબંદર એરપોર્ટ), દિલીપભાઈ જાડેજા (ટ્રસ્ટ પ્રમુખ), કરશનભાઈ (ગામ સરપંચ) અને શ્રીમતી સંધ્યા જોષી (જિલ્લા સંકલનકાર, મહિલા અને બાળ વિકાસ વિભાગ) વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.

Related posts

Leave a Comment