આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ  

      જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં કાર્યરત કુલ-૧૪૦ આંગણવાડી કેન્દ્રો પૈકી પોતાના મકાન ધરાવતા કુલ-૯૪ આંગણવાડી કેન્દ્રોમાં આ ઝુંબેશ અંતર્ગત રંગકામ, નાના-મોટા સમારકામ, અંદર-બહાર સ્વચ્છતા અને સૌંદર્ષીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી આંગણવાડી કેન્દ્રોના ભૌતિક માળખાને મજબૂત બને અને બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું થાય. આંગણવાડી કેન્દ્રો એ સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) નો આધારસ્તંભ છે. બાળકોને પોષણ, પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને માતૃત્વ સહાય જેવી સેવાઓ વધુ અસરકારક રીતે મળી રહે તે માટે આ કેન્દ્રોની ભૌતિક માળખાકીય સુવિધાઓ મજબૂત કરવી અનિવાર્ય છે. આ ઝુંબેશમાં સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકભાગીદારી અને CSR ફંડનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    વિસાવદર તાલુકા માં કુલ ૯૪ આંગણવાડી કેન્દ્રો પોતાના મકાન ધરાવે છે. જેમાંથી ૮૩ કેન્દ્રોને નવીનીકરણ ઝુંબેશ હેઠળ આવરી લેવા માટે પાત્ર ગણવામાં આવ્યા છે, જે પૈકી નાના સમારકામમાં રૂ. ૮.૫૦૦/- ની ગ્રાન્ટ હેઠળ અત્યાર સુધીમાં કુલ-૨૫ આંગણવાડીઓમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે કુલ-૫૮ કેન્દ્રોમાં કામ અત્યારે પ્રગતિ હેઠળ છે. મોટું સમારકામમાં રીપેરીંગ અને મેઈન્ટેનન્સના રૂ. ૨.૦૦ લાખ હેઠળ ૪ કેન્દ્રોમાં કામગીરી પૂર્ણ થઈ છે.

Related posts

Leave a Comment