છોટાઉદેપુર જિલ્લામાં ઈનોવેશન ફેસ્ટીવલ ૨૦૨૬ અંતર્ગત પાંચ શિક્ષકોની ઝોન કક્ષાએ ભાગ લેશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર 

    જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષાનો ઈનોવેશન ફેસ્ટીવલ તા. ૩ અને ૪ ફેબ્રુઆરી દરમિયાન દ્વારકેશ સાર્વજનિક હાઇસ્કુલ બહાદરપુર ખાતે યોજવામાં આવ્યો હતો. 

આ ફેસ્ટીવલમાં જિલ્લાભરના નવીન શિક્ષણ કાર્ય માટે કુલ પાંચ શિક્ષકઓની જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી પામેલ શિક્ષકો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, આણંદ ખાતે તારીખ ૯ થી ૧૦ ફેબ્રુઆરી દરમ્યાન યોજાનાર ઝોન કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેશે. ઝોન કક્ષાએ પસંદગી પામનાર શિક્ષકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક મળશે.

જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા શિક્ષકોમાં સુથાર સ્વાતિબેન જશુભાઈ નવાપુરા પ્રા.શાળા બોડેલીનું ઇનોવેશન લનિંગ વિથ ક્રિએટીવીટી, રાઠવા દક્ષાબેન વેલજીભાઈ, સુર્યાઘોડા પ્રા. શાળા બોડેલીનુ ઇનોવેશન સહઅભ્યાસિક પ્રવૃત્તિ પરિવર્તનનું સાધન, પટેલ ધર્મેન્દ્રકુમાર ધનજીભાઈ જડીયાણા પ્રા. શાળા છોટાઉદેપુરનું ઇનોવેશન શબ્દસ્પર્ધા બુદ્ધિ ભાષા અને પ્રતિભાનું મિલન, પટેલ દેવલકુમાર સિંહાદા પ્રા.શાળા કવાંટનું ઇનોવેશન “GREEN ARMY” અને અશોકભાઈ જીનવાલા, સનરાઈઝ ઈંગ્લીશ સ્કુલ છોટાઉદેપુરનું ઇનોવેશન નાના ઉધોગ સાહસિકો આવડતની છાપ પ્રગતિનું માપ છે. 

 

Related posts

Leave a Comment